ખેડબ્રહ્મા ટાઉનમાં બનેલ આંગડીયા પેઢી કર્મીના લુંટ વિથ મર્ડર ના જઘન્ય અપરાધમાં સંડોવાયેલ ગેંગના સુત્રધારને પકડી રૂ.૭,૮૪,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી ગુન્હોનો ભેદ ઉકેલતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાબરકાંઠા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજથી પંદરેક દિવસ પહેલા ખેડબ્રહ્મા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૪૧/૨૦૨૦ ઇપીકો કલમ ૩૯૭,૩૦૨ તથા આર્મસ એકટ કલમ ૨૫(૧બી,એ,),૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોધાયેલ જેમાં ખેડબ્રહ્મા બજારમાં મુખી માર્કેટમાં આવેલ એન.માધવલાલ આંગડીયા પેઢીમાં કામ કરતા કર્મચારી કિરણભાઇ ઉર્ફે પ્રકાશભાઇ હરગોવિંદભાઇ નાયક રહે.મકતુપુર તા.ઉઝા જી.મહેસાણા નાઓ પેઢીના કામે રોકડ રકમ લઇ ખેડબ્રહ્મા પેટ્રોલપંપ બસ સ્ટેશન તરફ જવાના રસ્તે બપોરના સમયે જઇ રહ્યા હતા ત્યારે એક સ્વિફટ ડિઝાયર ગાડીમાં આવેલ અજાણ્યા ઇસમોએ તેમના ઉપર પીસ્તોલ/રીવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરી ચાકુના ઘા મારી મુત્યુ નિપજાવી તેમની પાસે રહેલ નાણાની બેગની લુંટ કરી જતા રહેલ.
ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય મંડલીક ધ્વારા ગુન્હાને ઝડપથી શોધી કાઢવા માટે તાકીદ કરેલ જે અનુસંધાને તપાસ અધિકારી અજ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એમ.રબારી સાહેબ નાઓના સુપરવિજન હેઠળ એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી.વી.આર.ચાવડા નાઓએ ગુન્હો શોધી કાઢવા સબંધે જરૂરી માર્ગદર્શન કરી એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી.જે.પી.રાવ તથા પો.સ.ઇ.શ્રી.જે.એમ.પરમાર તથા પો.સ.ઇ.શ્રી.બી.યુ.મુરીમા તથા સ્ટાફના માણસો એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ, વિજયસિંહ એલ.,ગોવિંદભાઇ, દલજીતસિંહ,સંજયભાઇ તથા હેકો. દેવુસિંહ, અમરતભાઇ, જુલીયેટકુમાર, રજુસિંહ, મો.સલીમ, તથા પો.કો. ઝાહીદહુસન, વિજયસિંહ, સનતભાઇ,મહેન્દભાઇ, વિજયભાઇ, નિરીલકુમાર, વિક્રમસિંહ, પ્રહર્ષકુમાર, અનિરૂધ્ધસિંહ, પ્રકાશભાઇ, રાજેશભાઇ, ચંદ્રસિંહ, પ્રહલાદસિંહ, કાળાજી તથા દેવેન્દ્રસિંહ નાઓની વિવિધ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી.ફુટેજ, હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ગુજરાતના વિવિધ પો.સ્ટે.માંથી એમ.ઓ.બી. નો રેફરન્સ મેળવી ખુબ ઉંડાણ પુર્વકની તપાસ કરેલ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા મોડસ ઓપરેન્ડી આધારે વધુ તપાસ કરતા અજ.ના.પો.અધિ.શ્રી. વી.એમ.રબારી નાઓને ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ ગેંગનો એક સુત્રધાર આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઇકો ગાડી નં.GJ-38-B-6195ની લઇ તા.૦૬/૦૨/૨૦૨૦ના રોજ રાત્રીના સમયે પ્રાંતિજ વાળા રસ્તે પસાર થનાર છે જે ચોકકસ માહીતી આધારે ઉપરોકત એલ.સી.બી. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ સઘન વોચ ગોઠવેલ અને હકીકત મુજબની ઇકકો કાર આવતા તેને રોકી તેમા બેઠેલ ડ્રાયવર ની પુછપરછ કરતા તેણે પોતાનું નામ મહમદ અનિસ હબીબભાઇ સોલંકી (સીપાઇ) રહે.ઘોડાપીરની દરગાહ પાસે કાસમપુર વિસ્તાર વિરમગામ તા.વિરમગામ જિ.અમદાવાદ નો હોવાનુ જણાવેલ અને ગઇ તા.૨૧/૦૧/૨૦૨૦ ના રોજ પોતાને હનિફભાઇ ઉર્ફે સબીરભાઇ ઇમામભાઇ બેલીમ રહે.સમી તથા જયેશ નામના માણસે હિમતનગર જવા માટે ગાડી સાથે બોલાવતાં પોતે તેઓની સાથે પોતાની સદર ઇકો ગાડી લઇ હિમતનગર થઇ ખેડબ્રહ્મા ગયેલા ની હકિકત જણાવી તે દીવસે રસ્તામાં તેઓ બંને મોડાસા નજીક ના મેઢાસણ ગામે રહેતા મહેશ સંદીપ શર્મા ને મેઢાસણથી મહાવીરસિંહ જોધા બાપુની સ્વીફટ ગાડી લઇ બોલાવેલ હોવાની વાતો કરતા હોવાનુ અને હિમતનગર પહોચતાં એક સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડી ત્યાં આવેલ હોવાની અને તેઓ ખેડબ્રહ્મા ગયેલ અને તેને પછીથી બોલાવતાં તે પણ ખેડબ્રહ્મા ગયેલ અને તેઓને મળેલ, તે વખતે ખેડબ્રહ્મા ખાતે ફાયરીંગ કરી આંગડીયા વાળાની લુંટનો બનાવ બનેલ પછી આ લોકો સ્વીફટ ડીઝાયર ગાડી લઇ ત્યાંથી નિકળી ગયેલ હોવાનુ અને પોતે પણ ત્યાંથી થી જતો રહેલ હોવાની હકિકત જણાવેલ હોય ગુન્હાની કબુલાત કરતો હોઇ તેની અંગ જડતી કરતાં તેની પાસેથી રોકડ રકમ રૂ.૩૦,૦૦૦/ તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૪,૦૦૦/ નો મળી આવેલ હોય તે તથા આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઇકો ગાડી નં.GJ-38-B-6195 તથા તેમાંથી મળી આવેલ ઇકો ગાડી ની કિ.રૂ.૩,૫૦,૦૦૦/ની ગણી કબજે કરેલ હોય તેમજ સદરી ઇસમને ખેડબ્રહ્મા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૪૧/૨૦૨૦ ઇપીકો કલમ ૩૯૭,૩૦૨ તથા આર્મસ એકટ કલમ ૨૫(૧બી,એ,),૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે અટક કરેલ છે. તેમજ આ ગુન્હાના કામે વપરાયેલ સ્વિફટ ડિઝાયર ગાડી પણ કબ્જે કરવામાં આવેલ છે આમ ઉપરોકત મુજબના લુંટ વિથ મર્ડરના ગુન્હામાં વપરાયેલ ગાડીઓ રીકવર થયેલ રૂપીયા તેમજ મોબાઇલ મળી કુલ્લે રૂ. ૭,૮૪,૦૦૦/- નો મુદ્દામાલ તેમજ સંડોવાયેલ ગેંગ પૈકી નો એક સુત્રધાર પકડી ગુન્હો શોધવામાં એલ.સી.બી. સાબરકાંઠાએ સફળતા મેળવેલ છે. આરોપીઓની વધુ તપાસ ચાલુ છે અને ગુજરાતમાં અલગ અલગ જીલ્લાઓમાં બનેલ અન્ય જઘન્ય અપરાધોનો ભેદ ઉકેલવાની સંભાવના છે.

રીપોર્ટ : કુલદીપ ભાટિયા, સાબરકાંઠા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )